H - હાઈડ્રોજન
પરમાણ્વીય ક્રમ : 1
પરમાણ્વીય દળ : 1 u
ઇલેકટોનની સંખ્યા : 1
ઇલેક્ટ્રોનની કક્ષા : K
પ્રોટોનની સંખ્યા : 1
ન્યુટ્રોનની સંખ્યા : 1
સમસ્થાનિક : 3 (H1, H2, H3)
હાઈડ્રોજનના શોધક હેન્રી કેવન્ડીશ હતા.
આવર્ત કોષ્ટકમાં હાઈડ્રોજનનું સ્થાન પ્રથમ રાખવામાં આવેલું છે.
હાઈડ્રોજન તત્વ આવર્ત કોષ્ટકનો મહત્વનો વાયુ છે.
હાઈડ્રોજનની આણ્વીય સંખ્યા 1 છે.
સામાન્ય તાપમાને હાઈડ્રોજન રંગવિહીન, ગંધવિહિન આધાત્વિક અને અત્યંત જ્વલનશીલ વાયુ છે.
હાઈડ્રોજન વાયુ સૌથી હલકો અને બ્રમ્હાંડમાં સૌથી વધુ મળી આવતો વાયુ છે.
સામાન્ય કક્ષાના તારાઓ માટે ભાગે પ્લાઝમા રૂપમાં હાઈડ્રોજનના બનેલા હોય છે.
હાઈડ્રોજન ઇલેક્ટ્રોન દાતા છે. જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે.
હેલોજન વાયુ - ફ્લોરિન-ક્લોરિન-બ્રોમીન-આયોડિન-એસ્ટેટિન જેવા વાયુ સાથે હાઈડ્રોજન હાઈડ્રોજનબંધ બનાવે છે.
હાઈડ્રોજનના સંયોજનમાં પાણીને "સાર્વભોમિક દ્રાવક" કહે છે.
હાઈડ્રોજન એમોનિયા બનાવવામાં વપરાય છે.
હાઈડ્રોજનનો ઉપયોગ વૈકલ્પિક ઈંધણ તથા હાલમાં ફ્યુઅલ સેલથી ચાલતી ગાડીઓમાં પ્રચલિત બન્યો છે.

.png)
.png)
.png)



