ધોરણ 10
વિષય - વિજ્ઞાન
પ્રકરણ 6
જૈવિક ક્રિયાઓ
સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ સાથે
(1) મનુષ્યમાં મૂત્રપિંડ એ _____ સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે.
(a) પોષણ
(b) શ્વસન
(c) ઉત્સર્જન
(d) પરિવહન
જવાબ : (c) ઉત્સર્જન
(2) વનસ્પતિઓમાં જલવાહક _______ માટે જવાબદાર છે.
(a) પાણીના વહન
(b) ખોરાકના વહન
(c) એમીનો એસિડના વહન
(d) ઑક્સીજનના વહન
જવાબ : (a) પાણીના વહન
(3) સ્વયંપોષી માટે _____ આવશ્યક છે.
(a) ક્લોરોફીલ
(b) સૂર્યનો પ્રકાશ
(c) કાર્બન ડાયઓકસાઈસ
(d) આપેલ તમામ
જવાબ : (d) આપેલ તમામ
(4) ______ માં પાયરૂવેટના વિઘટન થવાથી કાર્બન ડાયઓકસાઈડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે.
(a) કોષરસ
(b) કાણાભસૂત્ર
(c) હરિતકણ
(d) કોષકેન્દ્ર
જવાબ : (b) કાણાભસૂત્ર




